રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નવા નિયુક્ત થયેલ એરપોર્ટ ડાયરેક્ટરશ્રી દિગંત બોરાની શુભેચ્છા મુલાકાત લઈ રાજકોટના એરલાઈન્સને લગતા પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવેલ…
રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો તથા લોકો રોજબરોજ રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી હવાઈસેવા મારફતે મુસાફરી કરતા હોય છે. ત્યારે તેઓને વધુ સારી હવાઈ સેવા મળી રહે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા તથા માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ રાજકોટ એરપોર્ટ ખાતે નવા નિયુક્ત થયેલ ડાયરેક્ટરશ્રી દિગંત બોરાની શુભેચ્છા મુલાકાત લઈ રાજકોટની એરલાઈન્સની સુવિધા અર્થે રજૂઆત કરવામાં આવેલ જેમાં ખાસ કરીને રાજકોટ એરપોર્ટના રન-વેની લંબાઈ વધી ગયેલ છે અને રાત્રી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ થઈ ગયેલ છે ત્યારે રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી માટે ઈન્ડિગો એરલાઈન્સ ફ્લાઈટ શરૂ કરવા માટે તૈયાર છે તો તેને તાત્કાલિક મંજુરી આપી વહેલી તકે શરૂ કરાવી. સાથોસાથ MSME નું હબ હોય તથા તમામ ઔદ્યોગિક, વાણિજ્યિક, ખેતવિષયક તથા સેવા પ્રદાન ક્ષેત્રે કરોડરજ્જુની ગરજ સારે છે અને સૌથી વધુ એક્સપોર્ટ રાજકોટમાંથી થતું હોવાથી રાજકટોના નિકાસકારોને પાર્સલ વાયા અમદાવાદ મોકલવું પડે છે જેથી ડાયરેક્ટ રાજકોટથી જ પાર્સલ મોકલી શકાય તે માટે તાત્કાલિક એર કાર્ગો સર્વિસ પણ શરૂ કરવી. તેમજ રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો આસ્થાના પ્રતિક સમાન નાથદ્વારા ધામે અવાર-નવાર જતા હોવાથી રાજકોટ-દિલ્હી વાયા ઉદયપુર માટે ડેઈલી ફ્લાઈટ તથા રાજકોટ-બેંગ્લોર વાયા મુંબઈ ડેઈલી ફ્લાઈટ વહેલી તકે શરૂ કરવી. રાજકોટ ચેમ્બરની રજુઆત અંગે એરપોર્ટ ડાયરેક્ટરશ્રીએ હકારાત્મક અભિગમ દર્શાવી આ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપેલ છે. આમ રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને આવનારા સમયમાં વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહેશે.