Membership Renewal Certificate of Origin

રાજકોટ એરપોર્ટ સલાહકાર સમિતની યોજાયેલ મિટિંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ ઉપસ્થિત રહી એરલાઈન્સને લગતા પ્રશ્નોની રજુઆત કરેલ…

રાજકોટ એરપોર્ટ સલાહકાર સમિતિના કરાયેલા ગઠનમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની નિમણુંક કરવામાં આવેલ હતી. જેની પ્રથમ બેઠક તાજેતરમાં માનનીય સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા તથા નવનિયુક્ત એરપોર્ટ ડાયરેક્ટરશ્રી દિગંત બોરાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી. જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ ઉપસ્થિત રહી એરલાઈન્સને લગતા વિવિધ મુદ્દાસર પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ હતી. જેમાં ખાસ કરીને રાજકોટ MSMEનું હબ હોય તથા તમામ ઔદ્યોગિક, વાણિજ્યિક, ખેતીવિષયક તથા સેવાપ્રદાન ક્ષેત્રે અગ્રેસરની ભૂમિકા ભજવે છે. રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પાર્સલ વાયા અમદાવાદ મોકલવું પડે છે જેથી ડાયરેક્ટ રાજકોટથી જ પાર્સલ મોકલી શકાય તે માટે તાત્કાલિક એરકાર્ગો સર્વિસ પણ શરૂ કરવી. રાજકોટ એરપોર્ટના રન-વેની લંબાઈ વધી ગયેલ છે અને રાત્રી પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ થઈ ગયેલ છે ત્યારે રાજકોટ-મુંબઈ, રાજકોટ-દિલ્હી તથા રાજકોટ-બેંગ્લોર માટે ઈન્ડિગો એરલાઈન્સની ડેઈલી ફ્લાઈટ વહેલી તકે શરૂ કરવા ભારપૂર્વક રજુઆત કરાયેલ. તેમજ રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો આસ્થાના પ્રતિક સમાન નાથદ્વારા ધામે અવાર-નવાર જતા હોવાથી રાજકોટ-દિલ્હી વાયા ઉદયપુર તથા રાજકોટ-બેંગ્લોર વાયા મુંબઈ માટે પણ ડેઈલી ફ્લાઈટ શરૂ કરવા જણાવેલ. આમ રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને આવનારા સમયમાં વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મિટિંગમાં રજુઆત કરવામાં આવેલ હતી.

Share with

Start typing and press Enter to search

Shopping Cart

No products in the cart.